પેંડેમિક દરમિયાન લિવ-ઇન રિલેશનશિપ 

#Translation #Gujarati

You can read the original piece in English by Sayali Ranadive titled ‘Being in a Live-in Relationship During the Pandemic’ here. This is a Gujarati translation of the piece.

Live-In Relationships
Chelsea Beck for NPR

લેખિકા પેંડેમિક દરમિયાન તેના બોયફ્રેંડ સાથેની ત્રણ વર્ષ લાંબી લિવ-ઇન રિલેશનશિપની વાત કરતાં તેમણે શીખેલી વાતો અને અનુભવેલી લાગણીઓ પર પ્રકાશ પડે છે. તેનું વિવરણ એ લગ્ન વિરુદ્ધ એક વિદ્રોહ પ્રસ્તુત કરે છે. 

એક વરસાદી સાંજે મેં જિજ્ઞાસાવશ મારા બોયફ્રેંડને પૂછ્યું, “તે આપની આ ત્રણ વર્ષ લાંબી લિવ-ઇન રિલેશનશિપથી શું શીખ્યું?” તે હંમેશની જેમ તેના એક્સબૉક્સ પર રમવામાં મશગૂલ હતો પણ હું તેને જવાબ આપવા માટે ઉશ્કેરતી રહી. એણે મારી તરફ અધીર ચહેરે ફરીને કહ્યું, “શીખવાનું શું છે? આપણે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપવાનું શરૂ કરવું જોઈએ.” હું ઘણા અંશે આ વિચાર સાથે સમ્મત હતી કારણ અમે એક-બીજાને મળ્યા તે પહેલાથી જ અમે ભારતીય સમાજની રૂઢિયો તોડતા આવ્યા છીએ. તેને કોલેજ છોડી દીધેલ અને મારી પાસે માસ્ટર્સ ડિગ્રી છે પણ અમે બંને એ શીખવિએ છીએ જે અમને બંનેને ખૂબ પ્રિય છે – સ્કૂબા ડાયવીંગ. તે કદાચ એવો પહેલો ઉત્તર-ભારતીય છોકરો હશે જેણે સમુદ્રની ઊંડાઈ માણવા વાદીઓનો ખોળો મૂકી દીધો અને મેં એક આધુનિક ભારતીય મહિલાની  એ જીવનશૈલી ત્યજી દીધી જે એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતી હતી, દર શનિવાર-રવિવાર પાર્ટી કરતી હતી, અને જેના કબાટમાં તેના દરેક કપડાને મળતી એસેસરીઝ હતી – આ બધુ છોડ્યું માત્ર સમુદ્રની અતિવાસ્તવતાનો અનુભવ આક્રવા માટે. 

ભારતમાં જાતિ અને રંગ સિવાય તમારા મૂલ્યો તથા તમારો ઉછેર પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. અમે બંને બે અલગ વ્યક્તિ છીએ અને અલગ વ્યક્તિત્વના સ્વામી છીએ, જેમનો ઉછેર ખૂબ જ જુદી રીતે થયો છે. તે લાક્ષણિક રીતે ઉત્તર-ભારતીય વિશેષતાઓ ધરાવે છે જ્યારે મારો જન્મ તથા ઉછેર એક મેટ્રોપોલિટન શહેરમાં થયો છે, અમે એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું તે પહેલા અમે માત્ર ઓળખીતા હતાં. અમારી કહાની છોકરો છોકરીને મળીને પ્રેમમાં પડે એવી કદી હતી જ નહીં. અમે ડેટિંગ શરૂ કર્યું ત્યારે જીવન બાબતે અમારા દ્રષ્ટિકોણ મળ્યા અને એજ પાયો બન્યો અમારા સબંધનો. અમારી નોકરીઓ સરખી હતી, અમે એક જ જગ્યાએ કામ કરતાં હતા અને એટલે જ અમે એક-બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. અમને એ સમજતા થોડા મહિના લાગ્યા કે અમારો સંબંધ એટલો મજબૂત છે કે હવે સાથે રહેવાનો સામે આવી ગયો છે. તેનું એપાર્ટમેંટ મારા ઘર કરતાં ખાસ્સું મોટું હતું અને અમે અમારો મોટાભાગનો સામે ત્યાં જ વિતાવતા હતાં. જોકે મેં મારુ ઘર છોડ્યું ન હતું. પહેલા તો મેં મારુ નાનકડું ઘર જાળવી રાખ્યું –  એ વિચાર થોડો ગમતો હતો કે કોઇકવાર “આપણે” પહેલા “હું” આવી શકે. આથી અમે બંને જાણતા હતાં કે અમારો દરવાજો હંમેશા એક-બીજા માટે ખુલ્લો જ રહેશે અને અમારે બંનેએ આ સબંધ માટે થોડા વધારે પ્રયત્નો કરવાની જરૂર હતી કારણ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે રહેવું એ બંને માટે નવું હતું. 

જેમ-જેમ હું લગભગ રાતો તેને ત્યાં વિતાવવા લાગી તેમ-તેમ મારો સમાન ધીરે-ધીરે તેના ઘરે સ્થળાંતર થવા લાગ્યો. મારા ઘરમાંથી તેને ત્યાં જવાવાળી પહેલી વસ્તુ મારું ટૂથબ્રશ હતું, પછી પજામા અને બાકીનું હવે ઇતિહાસ છે. પેંડેમિકએ અમારી યોજનાઓ પર પાણી ફેરવી દીધું. અમારી જિંદગીઓ થોભી ગઈ. કારણ કે અમારું જીવન પર્યટન પર નિર્ભર હતું, જે લગભગ નૌ મહિના સુધી ટાપુઓ પર બંધ હતું, અમારી પાસે ન તો પૈસા હતા કે ન કોઈ વિકલ્પ. મારે મારુ ઘર મૂકી દેવું પડ્યું કારણ કે અમે રહેવા માટે બે જગ્યાનો ખર્ચો ઉપાડી શકીએ તેમ ન હતા. નૌ મહિના જ્યારે અમે આ ટાપુ પર માત્ર એકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે જ ઘેરાયેલા હતા ત્યારે અમે એક-બીજા અને અમારા સબંધ વિષે ઘણું જાણી-શીખી શક્યા.

કદાચ બહુ સામાન્ય લાગે પરંતુ અમે પહેલો પાઠ એજ શીખ્યાં કે “વાતચીત કરવી એજ સબંધ તકાવવાની ચાવી છે”. અમારા થકવી દેનાર કાર્યક્રમને કારણે દિવસને અંતે અમરમાં માંડ એટલી શક્તિ હોય કે અમે વાત કરી શકીએ, લાગણીઓ વ્યક્ત કરી શકીએ. પેંડેમિકના શરૂઆતના દિવસો તો સુખેથી વીતી ગયા કેમ કે બધુ જ નવું હતું – રસોઈથી લઈને સાફ-સફાઇ સુધી. એક્સબૉક્સ પર રમવું, સાથે સીરિઝ જોવી, બધુ ડાબા હાથનો ખેલ લાગતું હતું પણ જેવી જ અમને એકવિધતા વર્તાવ લાગી, અમને સમજાવા લાગ્યું કે હવે અમને આ વસ્તુ પજવવા લાગી હતી. હું સમયની પાબંદ એંડ વ્યવસ્થિત રહેવાનું પસંદ કરું છું એટલે જ્યારે વસ્તુઓ મારી રીતે ન થાય ત્યારે હું ક્રોધાવેશમાં આવવા લાગી. તે એક આરામ-પસંદ માણસ છે તેથી તે કામ કરવાથી દૂર ભાગવા લાગ્યો. ત્યારે મને સમજાયું કે હું સંબંધોના પાયાના મૂળીઓથી હત્વ લાગી છું અને એ મારી આ વાતણે ત્યાં સુધી નહીં સમજે જ્યાં સુધી હું તેને નહીં કહું કે આ બદલાવથી હું શું અનુભવી રહી છું. અને જ્યારે મેં આ વાત આગળ મૂકી ત્યારે ખબર પડી કે અમને બંનેને આ બદલાવ પસંદ ન હતો. ભારતીય પુરુષો મોટાભાગે પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરતાં તેથી મારે દર વખતે ભાવનાઓ વ્યક્ત કરવાની, સમજાવવાની પહેલ કરવી પડતી. ધીમે-ધીમે મતભેદ શાંત પડ્યા અને મેં શીખ્યો મારો બીજો પાઠ – “શબ્દો શક્તિ ધરાવે છે, બોલ્યા વેણ પાછા ખેંચી શકાતા નથી”. ક્રોશયવેશમાં આવીને અમે એક-બીજાને ન બોલવાના બોલ કહી દીધેલા અને પછી એ શબ્દો તો પાંચ ન લઈ શકે એટલે માફી જ માંગવી રહી.

એક શીખ દરેક ભારતીય જોડીને, વિવાહિત હોય કે નહીં, લાગુ પડે છે,  “યૂટ્યૂબ કે કૂકિંગ ક્લાસથી શીખેલ રસોઈ તમારી માતાના હાથના ભોજનને ન આંટી શકે”. અલબત્ત રસોઈ અમારા બંને માટે એક નવું જ ક્ષેત્ર હતું પરંતુ અમારી માતાઓની રેસિપીથી બનાવેલી કોઈ પણ વાનગી માંડ તેમના જેવી કદાચ જ બનતી. તેમના હાથનું બનાવેલું ઘરનું ભોજન ખાવાની અમારી ઈચ્છા વધુ તીવ્ર બનતી ગઈ. પણ આ રસોઈ બનાવવાના સિલસિલાની સારી બાજુ એક એ પણ હતી કે અમે એક-બીજાને બે અલગ સંસ્કૃતિઓના ભોજનથી પરિચય કરાવ્યો. તે દાળ-ઢોકળી તેટલા જ ચાવથી માણતો જેટલી મજા લઈને હું જાત-જાતના પરાઠાની લિજ્જત માણતી. 

જેમ-જેમ દિવસે-દિવસે અમારી બચતો ઘટતી ગઈ, અમે અમાઋ નવી શીખ શીખી, “ભાવનાત્મક ટેકથી આગળ આર્થિક સાથ પણ જરૂરી છે”. અમે અમારા ખર્ચાઓ માટે એક બજેટ બનાવ્યું, બંનેની બચતો જોડી અને અમારી પ્રથમિક્તાઓ નક્કી કરી જેનો અર્થ એ પણ હતો કે બંને એ પોતાને માટે મહત્ત્વપૂર્ણ એવી વસ્તુઓનો ત્યાગ પણ કરવો પડે. મારી બચતો તેનાથી વધુ હોવાને કારણે એક સમય એવો પણ આવ્યો જ્યારે મારે તેને આર્થિક રીતે મદદ કરવી પડી. શરૂઆતમાં મારા બોયફ્રેંડ માટે મારી પાસે આર્થિક મદદ માંગવી મુશ્કેલ થઈ રહી હતી કારણ કે લગભગ ભારતીય પુરુષોના મગજ (કે પછી એમ કહું કે અહમ?) એવી જ રીતે ઢાળવામાં આવ્યા છે કે પુરુષો જ પરિવારના પાલક-પોષક અને પૈસા કમાનર હોય છે જેની મહિલાઓ માત્ર પ્રશંસા કરે છે. અમારી ભાવનાઓ વિષેની વાતચીત સમય જતાં સરળ બનતી ગઈ, સાથે જ અમે અમારો આર્થિક સહકાર પણ એક જોઇન્ટ સેવિંગ અકાઉંટ બનીવીને સરળ બનાવી દીધો. અમે એ સુનિશ્ચિત કરતાં ગયા કે દર મહિને અમારી આવકનો એક ભાગ તે અકાઉંટમાં જમા કરીએ. મહિનાના નાના-મોટા ખર્ચ ઉપાડવા માટે મેં વ્યાવસાયિક અંગ્રેજી શિખવવાનું શરૂ કર્યું. આ સમયે અમે અમારો સૌથી મહત્ત્વપૂર્ણ પાઠ શીખ્યો, “સમર્થન અને પ્રોત્સાહન જ દરેક સંબંધનો આધાર છે”.મારા કામ કરવાથી તે નારાજગી દેખાડી શક્યો હોત પણ મને આશ્ચર્ય થયું કે તે આ બાબતે ઘણો સહાયક બન્યો. હું અંગ્રેજી શિખવવાની નોકરી લેવાથી થોડી આચકતી હતી પરંતુ તેણે મને માનવી કે અમારા બંનેમાંથી મને આ પાર્ટ-ટાઇમ નોકરી મળવાની વધારે શક્યતા હતી અને મને પૂરું સમર્થન આપતાં તે BSNLના કાર્યાલય જઈને મારી માટે નવું વાઈફાઈ કનેક્શન પણ લઈ આવ્યો. 

આ સમય સુધીમાં અમારા માતા-પિતાને અમારી લિવ-ઇન રિલેશનસીપની સારી રીતે ખબર હતી અને તેઓ અમને હવે લગ્ન કરી લેવા આગ્રહ કરી રહ્યા હતા જેમ બધા સામાન્ય ભારતીય મા-બાપનો આગ્રહ હોય કેમ કે તેમણે પોતાના સનતાનોની ખુશીથી વધુ સમાજની ચિંતા થવા લાગી હોય છે. સાથે રહેતા અમે બંનેએ એક વાત જએ સમજી હતી એ હતી કે અમે બંને લગ્ન કરતાં સંગતમાં વધારે માનતા હતા. સાથે રહીને આટલું શીખ્યા પછી એ કહેવું સહેલું છે કે લગ્ન માત્ર એક કાગળનો દસ્તાવેજ છે. પરંતુ શું એવું સાચે જ છે? લિવ-ઇનમાં રહેવું તે ભારતમાં બહુ પ્રચલિત નથી. ભારતમાં જ્યારે એક સ્ત્રી લગ્ન કરે છે ત્યારે તે માત્ર તે પુરુષ માટે જ નહીં પરંતુ તેના પૂરા પરિવાર માટે જવાબદાર બની જાય છે. મારી માતા એક વ્યાવસાયિક સ્ત્રી છે પરંતુ જયરે મારા દાદા-દાદી જીવતા હતા ત્યારે તેને એવું જ લાગતું કે તે પોતાના પરિવાર તથા જિમ્મેદારીઓને પૂરતો સમય નથી આપી શકતી. પરિવારની ખુશી અને એકતા તે પોતાની જવાબદારી સમઝતી હતી. તેના સપના અને આકાંક્ષાઓ સમજવાની જગ્યાએ સમાજ તેને કુટુંબ માટે સમય ન કાઢવા માટે દોષ દેતો હતો કેમ કે જય સુધી તેના સંતાનો અને પતિની વાત છે તો અમને તેના કામ કરવાથી કદી કોઈ તકલીફ ન હતી. મને લગ્નથી સમસ્યા નથી પણ તેની સાથે જએ આવે છે તેનાથી છે. હું એક સ્ત્રી છું અને હું જાણું છું કે શું મારા વશની વાત છે અને શું નથી. હું નથી માણતી કે એક પુરુષના પરિવારની જિમ્મેદારી સંપૂર્ણપણે એક સ્ત્રીની હોય શકે અને અગર તે પુરુષનો પરિવાર છે તો તેમના માતા-પિતાની ભલાઈ માટે પુરુષોને કેમ જવાબદાર નથી ઠરાવવામાં આવતા? 

અગર સ્ત્રીને આ બધી જવાબદારી તેના જીવનમાં નથી જોઈતી તો શું? અગર પુરુષનો લગ્ન કરીને સંતાન કરવાનો વિચાર નથી તો શું? અગર બંનેના પોતાના ધ્યેય છે પણ મંઝિલ સુધીનો રસ્તો એક જ છે અને તેમને સમાજ કે જવાબદારીઓના બોજ વગર માત્ર એક સાથી જોઈએ છે તો શું? હવે કોણ સવારથી છે, તે યુગલ જએ લગ્ન કરવા નથી ઇચ્છતું કે તે પરિવાર જએ સમાજના દબાણથી આગળ જોઈ નથી શકતું?

આ કદાચ અમારી જ નહીં પરંતુ એવા ઘણા યુગલોની કથા છે જએ લિવ-ઇન રિલેશનશીપમાં છે અને જેમને સતત પૂછવામાં આવે છે કે તેઓ લગ્ન ક્યારે કરશે. અમે પરિવાર, મિત્રો અને એવા લોકોથી પણ આવા પ્રશ્નોનો સામનો કરી છીએ જએ અમને ટીમ ખેલોમાં બીજા યુગલોને હરવતા જુએ છે. આ લેખને અંત કરવા મેં અમુક લીટીઓ લખી છે જેના થકી હું કહેવા માંગું છે કે હું આ લિવ-ઇન રિલેશનશીને કી રીતે સમજું-જોવું છું, “કોઈ દિવસ આપણે પ્રેમ સાથે ઉઠી, કોઈ દિવસ પ્રેમ વગર. કોઈ દિવસ હું તેને ખૂબ પસંદ કરું છું તો કોઈ દિવસ તેનાથી ભાગું છું. કોઈ દિવસ મારે દુનિયા જોવી હોય છે તો કોઈ દિવસ તે જ મારી માટે દુનિયા હોય છે. કોઈ દિવસ અમે એકબીજા માટે અસંગત હોઈએ છીએ તો કોઈ દિવસ અમે એક-બીજા વગર અધૂરા હોઈએ છીએ.”


Aarohi 1 edited 1

Translated by Aarohi Vaidya

Aarohi Vaidya is an English literature student. She writes poems and weaves stories that rarely make it to paper. She translates in three languages. She’s been a Blahcksheep all her life. She’s a shout in the void, a beam from across the canopy.


Note: If you find of any ways to make this translation better, please reach out to us here.

WhatsApp
Facebook
Twitter
LinkedIn
Email

Related Articles

An Eulogy

An Eulogy

This poem is my search for answers as 19-year-old Noor sits on the stool chanting “qubool hai,” her body trying

god's plan

God’s Plan

Most atheists turn to atheism after having had some exposure to the ideas of religion and God. But the vice versa

Scroll to Top